મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: ભાજપના નેતાઓ બન્યા હાથા! ભુપેન્દ્રસિંહે રોકાણકારોને રાજકીય ઇમેજથી ફસાવી કરોડો રૂપિયા ખંખેર્યા

BZ ફાઇનાન્સના નામે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇ

BZ કૌભાંડ: ભાજપના નેતાઓ બન્યા હાથા! ભુપેન્દ્રસિંહે રોકાણકારોને રાજકીય ઇમેજથી ફસાવી કરોડો રૂપિયા ખંખેર્યા

BZ ફાઇનાન્સના નામે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે  તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમને ટીમને અનેક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં  માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ફાઇનાન્સ નામની કંપની ખોલીને માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ તેની કંપનીમાં રોકાણ પર ત્રણ વર્ષમાં બમણા અને પ્રતિમાસ ૩ ટકા સુધીનુ વ્યાજ આપવાની લાલચ આપીને  છ હજાર કરોડ રૂપિયાનું   સૌથી મોટુ કૌભાંડ આચરીને અનેક લોકોની બચતના નાણાં પડાવી લીધા હતા.

આ કેસની તપાસમાં સીઆઇડી ક્રાઇમને એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.  ત્યારે પોલીસે ભુપેન્દ્રસિંહ ઝાલાની મોડ્સ ઓપરેન્ડીની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે ગ્રો-મોર એજ્યુકેશનની ડીલ કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બોલાવ્યા હતા અને તેના ભવિષ્યના મેગા પ્રોજેક્ટની મોટી મોટી વાતો કરીને લોકોમાં વિશ્વાસ જીત્યો હતો.

આ ઉપરાંત, તે સી આર પાટીલ, ગજેન્દ્રસિહ પરમાર, રમણલાલ વોરા તેમજ અન્ય લોકો સાથે ફોટો બતાવીને તેમણે પણ બીઝેડ ફાઇનાન્સમાં રોકાણ કર્યું હોવાનું કહીને રોકાણકારોને ફસાવતો હતો. તેની આ જાળમાં સૌથી વધારે સ્થાનિક રાજકીય વ્યક્તિઓ અને ભાજપના કાર્યકરો ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના કારણે બદનામીના ડરથી અનેક લોકો ફરિયાદ કરવા માટે સામે આવવાનું ટાળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો