મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી, ભાજપ સામે ભાજપના જંગમા જીતેન્દ્ર પટેલ વિજેતા

સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સુમુલ ડેરીની ગત રોજ ચૂંટ

સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી, ભાજપ સામે ભાજપના જંગમા જીતેન્દ્ર પટેલ વિજેતા

સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સુમુલ ડેરીની ગત રોજ ચૂંટણી યોજાઈ હતી. સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. બારડોલી બેઠકના પૂર્વ ડિરેક્ટર અજિત પટેલનો બીભત્સ વીડિયો વાયરલ થતાં રાજીનામુ મુક્યું હતું. જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી. ભાજપ સામે જ ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો હતો. ભાજપે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે સામે પક્ષે મેન્ડેટ પ્રથા સામે બાંયો ચડાવી તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી હતી. આજે મતગણતરી દરમિયાન જીતેન્દ્ર પટેલને 57 પેકી 38 મત મળતા વિજય થયો હતો.

ભાજપ સામે જ ભાજપનો જંગ

સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી સહકારી અને રાજકીય રીતે પણ મહત્વની બની હતી. કારણ ભાજપ સામે ભાજપનો જંગ હતો. જીતુ બામણી પોતે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે જે પક્ષ તરફથી ઉમેદવાર હતા. જ્યારે સામે પક્ષે બિપિન ચૌધરી એ પક્ષ સામે નહીં ઝૂકીને સહકારી રીતે ઉમેદવારી કરી હતી. તેમને 18 જેટલા મત મળતા ભાજપ સંગઠન માટે મનોમંથન કરવા જેવી બાબત થઈ છે. આગામી દિવસોમાં પણ સહકારી ક્ષેત્રમાં પક્ષ દ્વારા મેન્ડેટ પ્રથાને જ મહત્વ આપતા અનેક ચૂંટણીઓ ભાજપ સામે વિવાદ સર્જનારી રહેશે.

આંગળી ઉંચી કરાવી પણ 38 જ મત 

બારડોલી બેઠકની પેટા ચૂંટણીએ દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. આ ચૂંટણી ભાજપે જીતવા મરણિયા પ્રયાસો કર્યા હતા. મતદાનના બે દિવસ અગાઉ બારડોલી ખાતે સુમુલના વાઇસ ચેરમેન રાજુ પાઠકની અધ્યક્ષતામાં તમામ મતદારો બેઠક બોલાવી હતી. જેમાં 57 પેકી 42 મતદારો પાસે આંગળી ઊંચી કરાવી સમર્થન અંગે દાવો કરાયો હતો. પરંતુ જ્યારે મતદાન થયું અને મત પેટીમાંથી ભાજપ પક્ષના ઉમેદવાર વિજેતા તો થયાં પણ 42ને બદલે 38 મત મળતા પક્ષના કેટલાક આગેવાનોની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા.

આ સમાચાર શેર કરો