મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વેપારી રાજાપાટ માટે કારમાં દારૂ-પિસ્તોલ લઈને નીકળ્યો, પોલીસને જોઈ ભાગવા જતા ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો

સુરતમાં દિવાળીની રજાઓ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારમાં રા

સુરતમાં વેપારી રાજાપાટ માટે કારમાં દારૂ-પિસ્તોલ લઈને નીકળ્યો, પોલીસને જોઈ ભાગવા જતા ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો

સુરતમાં દિવાળીની રજાઓ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારમાં રાજાપાટ માટે દારૂને રૌફ પાડવા પિસ્તોલ લઈને ફરતાં એક વેપારીને ઝડપી લેવામાં આવ્યો છે. ઉધના નવસારી રોડ જીવનજ્યોતની સામેથી પોલીસે સ્કોરપીયો ગાડીમાંથી વેપારીને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે પિસ્તોલ ગાડી કબજે કરી વેપારી સામે આર્મ્સ ઍક્ટની સાથે પ્રોહીબીશનનો પણ અલગથી ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃદલાલને વાહન આપતાં પહેલાં સાવધાન! સુરતમાં વેપારીની મોંઘીદાટ BMW કારને આ રીતે વેચી મારી

પોલીસને જોઈને ભાગ્યો

સુરત શહેર પોલીસ દ્વારા ૧૦ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી ગેરકાયદે હથિયાર ઝડપી પાડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઉધના પોલીસ સર્વલન્સ સ્ટાફના માણસો સાથે ગઈકાલે મોડી સાંજે વાહન ચેકિંગમાં હતા. તે વખતે ઉધના નવસારી રોડ જીવનજ્યોતની સામેથી ઉધના દરવાજા તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લેક કલરની સ્કોરપીયો ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો. જાકે ચાલકે ગાડી ઉભી નહી રાખી પુરઝડપે ભગાવતા સ્ટાફના માણસોએ ગાડીનો પીછો કર્યો હતો.

પિસ્તોલની પરમીશન નહોતી

દરમ્યાન સ્કોરપીયો ગાડી ૩૦૦ મીટર સુધી આગળ જઈ સાઉથ ઝોન ત્રણ રસ્તા પાસે ટ્રાફિક સિગ્સ્ટનલ હોવાના કારણે ટ્રાફિકમાં ઉભો રહી ગયો હતો. જેથી પોલીસે તેને રોકી ગાડી સાઈડમાં લેવડાવી હતી. પોલીસે ગાડી ચાલક રવિ રાજેન્દ્રપ્રસાદ શર્માને અંગઝડતી કરતા પેન્ટના નેફામાં કમરના ભાગેથી પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલનું લાયસન્સ યુપીનું હતું. પરંતુ કોઈપણ જાતની પરમીશન વગર ગેરકાયદે રીતે લઈને પરતા હતા. પોલીસે રવિ શર્મા પાસેથી ૨.૬૦ લાખની કિંમતની પિસ્તોલ અને ૧૦ લાખની ગાડી કબજે કરી હતી. પોલીસે તેની સામે આર્મ્સ ઍક્ટ મુજબના ગુનાની સાથે ગાડીમાં દારૂની બોટલ અને રવિ શર્માઍ દારી પીધેલો હોવાથી તેની સામે અલગથી પ્રોહીબીશનનો પણ ગુનો દાખલ કર્યો હતો.

આ સમાચાર શેર કરો