મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજી નજીક હાઇવે પર બસ પલટી; ત્રણ લોકો દબાયા, તંત્રએ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી

ધોરાજી નજીક હાઇવે પર એક ખાનગી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. આ બસ ધ્ર

ધોરાજી નજીક હાઇવે પર એક ખાનગી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. આ બસ ધ્રાંગધ્રાથી ધોરાજી તરફથી સગાઈ પ્રસંગમાંથી પરત આવી રહી હતી. ત્યારે અચાનક પલટી ગઈ. જેને કારણે નાસભાગ મચી હતી અને ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. બસમાં 18 જેટલા લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી છે. ત્રણ લોકો બસમાં અંદર જ દબાઈ ગયા હતા. આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માત દરમિયાન બે બાઈકચાલક પણ અડફેટે આવી ગયા હતા.

આ સમાચાર શેર કરો