VIDEO: ધોરાજીના તોરણીયા ગામે સેવાદાસ બાપા આશ્રમમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પણ અન્નક્ષેત્ર યથાવત
રાજકોટના ધોરાજીના તોરણીયા ગામે ગેસ સિલિન્ડરન

રાજકોટના ધોરાજીના તોરણીયા ગામે ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પણ વર્ષોથી ચાલતા માનવતા, સેવા અને શ્રદ્ધાનો સંગમ અતૂટ છે. સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે પણ અન્નક્ષેત્ર ધમધમી રહ્યુ છે.
લાકડાના ચૂલા પર બનતા ભોજનમાં મહેનત વધારે છે
લાકડાના ચૂલા પર બનતા ભોજનમાં મહેનત વધારે છે, સમય વધારે લાગે છે. છતાં સેવા યથાવત છે. કોઈ સેવકો લાકડું ભેગું કરે છે, કોઈ રસોઈ બનાવે છે, તો કોઈ ભક્તોને પ્રસાદ પીરસે છે. આમ સેવકો પણ ગેસ સિલિન્ડરની અછતન લઈને પરેશાન થયા વિના ચૂલા પર ભોજન બનાવીને ભક્તોને પીરસે છે.




