મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિદી સૈયદની જાળીની થીમ પર બની રહ્યું છે બુલેટટ્રેનનું સાબરમતી રેલવે સ્ટેશન

અમદાવાદ: બુલેટટ્રેન માટે સાબરમતી રેલવે સ્ટેશનના નિર્માણની કામગીરી પ

સિદી સૈયદની જાળીની થીમ પર બની રહ્યું છે બુલેટટ્રેનનું સાબરમતી રેલવે સ્ટેશન

અમદાવાદ: બુલેટટ્રેન માટે સાબરમતી રેલવે સ્ટેશનના નિર્માણની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. સાબરમતી રેલવે સ્ટેશનને સિદી સૈયદની જાળીની થીમ ઉપરથી બનાવવામાં આવશે. આ સ્ટેશનના એન્ટ્રન્સની કેનોપીને સિદી સૈયદની જાળીનો લુક આપવામાં આવશે. સ્ટેશનના પ્રથમ માળ અને કોન્કોર્સ ફ્લોર સ્લેબ નાખવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. 9 સ્લેબમાંથી બે ટ્રેક લેવલ સ્લેબ કાસ્ટિંગ પણ પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

શું હશે વ્યવસ્થા? 

  1. બુલેટ ટ્રેન સ્ટેશનને સીધા સાબરમતી રેલવે સ્ટેશન, અને મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટિવિટી આપવામાં આવશે.
  2. સ્ટેશન ઉપર લિફ્ટ, દાદર અને એસ્કેલેટરની સુવિધા આપવામાં આવશે.
  3.  સ્ટેશન ઉપર બે પ્લેટફોર્મ બનાવવામાં આવશે.
  4.  મુસાફરોના આરામ અને સગવડ માટે ઘણી અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
  5. સ્ટેશન ઉપર વેઇટિંગ હોલ, બેબી કેર, વેઇટિંગ રૂમ, સાર્વત્રિક સુલભ શૌચાલય, છૂટક, વેપારી, બિઝનેસ ક્લાસ લાઉન્જ વગેરેની વ્યવસ્થા
  6. અલગ-અલગ પાર્કિંગ લોટ અને અલગ-અલગ મોડ્સ એટલે કે કાર, બસ, થ્રી વ્હીલર્સ માટે બેઝ પીક એન્ડ ડ્રોપ ઓફ પોઈન્ટ્સ
  7. સંઘર્ષમુક્ત મુસાફરોની અવરજવર માટે સમર્પિત પેડેસ્ટ્રીયન પ્લાઝાનું નિર્માણ કરવામાં આવશે.

ગુજરાતની સંસ્કૃતિને સીદ્દી સૈયદની જાળી સાથે કઇ લેવા દેવા નથી - નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદન

થોડા દિવસ પહેલા મહેસાણાના કડી ખાતે ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, સીદ્દી સૈયદની જાળીનો ગુજરાત સાથે કોઇ સંબંધ નથી. નીતિન પટેલના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીને લઇને સીદ્દી સૈયદની જાળી બતાવવા માટે લઇ ગયા હતા.

નીતિન પટેલે શું કહ્યું?

નીતિન પટેલે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને 550 રજવાડાઓને એક કરનારા સરદાર વલ્લભભાઇની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું. નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટિ આજે એકતાનું પ્રતિક કહેવાય છે. તમને બધાને જે મુર્તિની ભેટ આપી તે સ્ટેટચ્યુ ઓફ યુનિટિ સરદાર પટેલની ભેટ આપી છે. મારે જાહેરમાં કહેવું ના જોઇએ પણ કોંગ્રેસની સરકારો હતી ત્યારે બહારથી કોઇ મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદ્દી સૈયદની જાળી. જે અમદાવાદમાં છે અને તમે ઇતિહાસ કે ચોપડીઓમાં જોઇ હશે. આખા ગુજરાતને તેની સાથે કોઇ લેવા દેવા નથી, ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી."

નીતિન પટેલના આ નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનીષ દોશીએ કહ્યું હતું કે, ચર્ચામાં રહેવા માટે નીતિન પટેલ આવા નિવેદન કરે છે.

સીદ્દી સૈયદની જાળીનો ઇતિહાસ

અમદાવાદની ઓળખનું પ્રતીક સીદ્દી સૈયદની મસ્જિદની કલાત્મક જાળીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આ મસ્જિદ 157-273 દરમિયાન શેખ સઈદ (જે ભૂલથી સૈયદ તરીકે ઓળખાય છે) સુલતાની નામના ઉમરાવે મુઝફ્ફર ત્રીજા(156-173 A.D.)ના સમયમાં બાંધી હતી.રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે, પણ ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે, પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાંધવામાં આવ્યા છે.સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે.વર્ષ 1900માં લોર્ડ કર્ઝને સીદી સૈયદની જાળીની મુલાકાત લઈને તેને સરકારી કચેરીમાં રૂપાંતર થતાં બચાવી હતી.

અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે (IIM)એ તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.

આ સમાચાર શેર કરો