Video: જામનગરમાં જપ્ત કરાયેલા દારૂ પર ફરી વળ્યું બુલડોઝર

જામનગર શહેરમાં ગેરકાયદેસર દારૂના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના 'એ' ડિવિઝન, 'બી' ડિવિઝન અને 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવેલો દારૂનો જથ્થો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને નાશ કરવામાં આવ્યો છે. અદાલતના આદેશ મુજબ હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં ૧૫ હજારથી વધુ ગેરકાયદેસર દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. નાશ કરાયેલા આ વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત રૂ. ૭૫ લાખથી વધુ આંકવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિધિવત રીતે દારૂનો આ જથ્થો નષ્ટ કરી કાયદાનું પાલન કરાવવામાં આવ્યું હતું.








