મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ, 350થી વધુ ઝુંપડાઓ પર ફર્યું બુલડોઝર

રાજ્યના રાજકોટમા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના CDS બિપિન

તસવીર: GSTV

રાજ્યના રાજકોટમા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટના CDS બિપિન રાવત અંડર બ્રિજ પાસે રેલવે વિભાગ દ્વારા દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરાઈ છે. અંદાજે પાંચ એકર જેટલી કિંમતી જમીન ખુલ્લી કરાવવા માટે ૩૫૦થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાયું છે.

૪૦૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ, RPF અને ક્રાઈમ બ્રાન્ચ સહિત ૪૦૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગયા મહિને  રાજકોટ મહા નગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું હતુ.. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનોને તોડી પાડ્યા હતા. 

આ સમાચાર શેર કરો