મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ, 350 કરોડની 88 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ થયું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ડિમોલ

તસવીર: GSTV

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ થયું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ડિમોલિશન બાદ 88 હજાર 750 ચોરસ મીટર અને અંદાજિત 350 કરોડની જમીન ખુલ્લી થઈ છે. અહી ઓરડી બનાવી ભાડે આપવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો હતો અને 200 આવાસ તો આધુનિક સુવિધાથી સજ્જ હતા. તેમણે કહ્યું કે 5 લાખથી વધુની કિંમતના 750 મકાનો જોવા મળ્યા હતા. 

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન મામલે રાજકોટ DCP હેતલ પટેલે કહ્યું કે પોલીસ જવાનોની ટીમે સંકલન કરી કામ કર્યુ હતું અને 50 ટકા મહિલા સુરક્ષાકર્મીઓ કામે લાગ્યા હતા. કાર્યવાહીમાં 2000થી વધુ જવાનો, SRP જવાનો જોડાયા હતા. તેમણે કહ્યું કે 200થી વધુ હિસ્ટ્રીશીટરનો અહીંયા અડ્ડો હતો તો અહીંયા અનેક ગેંગ સક્રિય હતી. ઘણા આરોપીઓનું પણ અહીંયા આશ્રય સ્થાન હતું.

આ સમાચાર શેર કરો