સુરતમાં બિલ્ડરની સરાજાહેર હત્યા, નમાજ પઢીને નીકળતા જ જૂના ઝઘડાની અદાવતમાં ઢીમ ઢાળી દેવાયુ
સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અઠવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી ખા

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અઠવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. સરાજાહેર ત્રણથી ચાર ઈસમોએ હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જૂના ઝઘડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નમાજ પઢીને નીકળ્યા હતા
પોલીસે કહ્યુ કે, બિલ્ડર આરીફ કુરેશી નમાજ પઢીને મસ્જિદમાંથી નીકળ્યા હતા. આ દરમિયાન તેના પર હુમલો થયો હતો. એ રસ્તા પર પડી ગયા હતા. બાદમાં તેને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામા આવ્યા હતા. જેથી તેનું મોત નીપજ્યું હતુ. 55 વર્ષની મૃતકની ઉમર હતી. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
બે શંકાસ્પદના ફોટો મળ્યા
પોલીસ અધિકારીએ વધુમાં ઉમેર્યુ કે, ઘટના સ્થળેથી ડીવીઆર કબ્જે લેવામા આવ્યુ છે. સીસીટીવીમા ઘટના કેદ થઈ છે. બે શંકાસ્પદના ફોટો પણ સામે આવ્યા છે. પોલીસની ટીમ આરોપીઓને શોધવા પ્રયત્ન કરી રહી છે. ઝડપથી આરોપીઓને ઝડપી લઈને હત્યાનુ કારણ પણ સામે આવી જશે. જો કે, રોજેરોજ હત્યા સહિતની ઘટનાઓને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.








