મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : 14 દિવસના રિમાન્ડ બાદ બિલ્ડર જયદીપ કોટક જેલ હવાલે

Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અન

અમદાવાદ : 14 દિવસના રિમાન્ડ બાદ બિલ્ડર જયદીપ કોટક જેલ હવાલે

Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન સાથે 3.33 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જયદીપ કોટકની ધરપકડ કરીને ગત 25 ડિસેમ્બરે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. બોપલ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે 8 જાન્યુઆરી 2025 બપોરે 2:30 વાગ્યા સુધીના એટલે કે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા કર્યા હતા. જયદીપ કોટકના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જયદીપ કોટકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરતા તેને જેલભેગો કરવામાં આવ્યો છે. જયદીપ કોટકની જામીન અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

આરોપીઓએ પ્રિવિલોન બિલ્ડકોનના નામે કરી છેતરપિંડી 

આરોપીઓ જયદીપ કોટક અને  હિરેન કારીયાએ ભેગા મળી પુર્વઆયોજીત કાવતરું રચી પ્રીવીલોન બીલ્ડકોન એલ.એલ.પી નામની ભાગીદારી પેઢી બનાવી હતી. આ પેઢીના નામે ખોટો પ્રચાર કર્યો હતો કે તેમણે ઘુમા ગામની સીમ સર્વે નં. 632-A  વાળી ખુલ્લી જમીન પોતાના માલીકીની રાખી છે. આ જમીન પણ નીચે દુકાન અને તેના પર 22 માળની ફ્લેટની યોજના બનાવવાની હોવાની જાહેરાતો કરતા બોર્ડ લગાવ્યા હતા. આરોપીએ લોકોને વિશ્વાસમાં લેવા માટે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં પણ ખોટી જાહેરાતો ફરતી કરી હતી. 

ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી

આરોપીઓ જયદીપ કોટક અને  હિરેન કારીયાએ સાણંદમાં રહેતા 65 વર્ષીય ભાવેશભાઈ ભોગીભાઈ રવાણી સાથે ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી કરી છે. આરોપીઓએ ઘુમાની નકલી સાઈટ પર ‘રિચમન્ડ બાય પ્રીવીલોન’ નામની 22 માળની નકલી સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન પેટે 56 લાખ અને એક ફ્લેટ પેટે 1 કરોડ 67 લાખ 86 હજાર એમ કુલ મળી 2 કરોડ 23 લાખ રકમ રોકડ, ચેક અને RTGS મારફતે પડાવી લીધા હતા. આરોપીએ આ મિલ્કતોના નકલી દસ્તાવેજો પણ ખરીદનારને આપ્યા હતા અને  બાદમાં નકલી સ્કીમના બોર્ડ રાતોરાત ઉતારી લીધા હતા. 

નાણા પરત માંગતા હત્યાની ધમકી આપી 

ફરિયાદી ભાવેશભાઈ રવાણીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેમણે જયદીપ કોટક અને  હિરેન કારીયા પાસે પોતાના નાણા પરત માંગ્યા હતા. ત્યારે આ બંનેએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણા પરત ન કરતા ભોગ બનનાર ભાવેશભાઈ રવાણીએ બંને વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

આ સમાચાર શેર કરો