વાપી: જમીન વિવાદમાં માથાભારે બિલ્ડરે કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, અન્ય ભાગીદારોનો આબાદ બચાવ
વાપીમાં ગત રોજ જમીન મામલે માથાભારે બિલ્ડરે પોતાની ઓફિસમાં ગોળીબાર કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે માથાભારે બ

વાપીમાં ગત રોજ જમીન મામલે માથાભારે બિલ્ડરે પોતાની ઓફિસમાં ગોળીબાર કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે માથાભારે બિલ્ડર ગિરીરાજ સિંહ હિમ્મતસિંહ જાડેજાની વાપી હાઈવે પર ઓફિસ આવેલી છે. ગત રોજ છરવાડા સ્થિત શિવશક્તિ ડેવલોપર્સના ભવાનભાઈ બચુભાઈ બલદાનિયા તથા અન્ય ભાગીદારો જમીનના મામલે તેમની ઓફિસમાં વાતચીત કરવા પહોંચ્યા હતા. અંદાજીત બેથી ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ અચાનક ગિરીરાજસિંહ અન્ય કેબિનમાંથી તેમની પાસે ગયા હતા, અને સીધું ઓફિસના ફ્લોરિંગ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ગિરિરાજસિંહે તેમને જાનથી મારીનાખવાની ધમકી પણ આપી
શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદારો ગભરાઈ ગયા હતા. ગિરિરાજસિંહે તેમને જાનથી મારીનાખવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. DySpસહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.
સાડા પાંચ કરોડથી પણ વધુની કિંમત છે જમીન
ઘટનાસ્થળ પર પોલીસને બે ફૂટેલી કારતૂસો પણ મળી આવી હતી. સમગ્ર મામલો એ હતો કે ગિરીરાજસિંહ જાડેજાએ વર્ષ 2019માં શિવશક્તિ ડેવલોપર્સને વાપીના છરવાડા ગામે સર્વે નંબર 217/એ વાળી જમીન રૂપિયા 5.30 કરોડમાં વેચી હતી, પણ જમીનમાં 2.49 કરોડનો લોનનો બોજો હોવાથી શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદરોના નામોની એન્ટ્રી થતી ન હતી. આ વાત ધ્યાને આવતા શિવશક્તિ ડેવલોપર્સના ભાગીદારોએ ગિરિરાજસિંહને બોજો હટાવવા વાંરવાર કહ્યું હતું. જોકે છેલ્લા 10 મહિનાથી આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરાતા આ ભાગીદારો ત્યાં આ મામલે વાતચીત કરવા પહોંચ્યા હતા. ત્યાં આવેશમાં આવીને ગિરિરાજસિંહે ફાયરિંગ કર્યું હતું.






