મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : બ્લેડથી ગળું કાપી 10 મહિનાની પુત્રીની હત્યા કરનાર ક્રૂર માતાની ધરપકડ, જાણો શા માટે જનેતા બની હત્યારી

Ahmedabad News : અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેની 10 મહિનાનું માસુ

AHMEDABAD : બ્લેડથી ગળું કાપી 10 મહિનાની પુત્રીની હત્યા કરનાર ક્રૂર માતાની ધરપકડ, જાણો શા માટે જનેતા બની હત્યારી

Ahmedabad News :  અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં એક મહિલાએ તેની 10 મહિનાનું માસુમ પુત્રીનું બ્લેડથી ગળું કાપીને હત્યા કરી હતી. આ આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સૌ કોઈના મનમાં એક જ સવાલ હતો કે શા માટે જે બાળકીને પોતે જન્મ આપ્યો તેની જ આવી રીતે નિર્દયતાપૂર્વક હત્યા કરી? જો કે પોલીસે આ હત્યારી માતાની ધરપકડ કરી લીધી છે. 

દાઢી કરવાની બ્લેડથી ગળું કાપ્યું 

10 મહિનની બાળકીની હત્યા કરનાર  આ મહિલાનું નામ રીઝવાના વડનગરવાલા છે. ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી રિઝવાનાની ધરપકડ કરી છે. 

બે દિવસ પહેલા 6 તારીખે સાંજે 7:00 વાગ્યાના અરસામાં રિઝવાનાએ પોતાની 10 માસની બાળકી ફાતિમાનું પોતાના આસ્ટોડિયા ખાતે આવેલા પોતાના નિવાસ્થાને બાથરૂમમાં પતિની દાઢી કરવાની બ્લેડથી ગળું કાપી હત્યા નીપજાવી હતી. જોકે તે હત્યાને કુદરતી મોત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં રિઝવાના સફળ ન થતા તેના વિરુદ્ધ ગુનો નોંધાયો અને પોલીસે તેની ધરપકડ કરી છે. 

પતિ સાથે તલાક લેવા કરી પુત્રીની હત્યા 

રીઝવાનાની ધરપકડ કરીને તપાસ કરતા પોલીસ તપાસમાં હકીકત સામે આવી કે ત્રણ વર્ષ અગાઉ આમીન સાથે તેના લગ્ન થયા હતા. પરંતુ લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે અણગમો વધ્યો હતો, જેથી આમીનથી છુટકારો મેળવીને અન્ય વ્યક્તિ સાથે બીજા લગ્ન કરી નવી દુનિયા વસાવવાનું તેનું પ્લાનિંગ હતું. પરંતુ જો તેની બાળકી ફાતિમાં તેની સાથે રહેશે તો અન્ય કોઈ પુરુષ તેનો હાથ નહીં પકડે જેનો તેને ડર હતો. આ કારણે રીઝવાનાએ પોતાની 10 મહિનાની પુત્રી ફાતિમાનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી હતી. 

જોકે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ બાળકીને ગળામાં ઇન્ફેક્શનના કારણે લોહી નીકળે છે, તેવી વાર્તા ઉભી કરી સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબે પ્રાથમિક તપાસ કરતા બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. બાળકીને ગળામાં રહેલી ઈજાની તપાસ કરતા હત્યા કરી હોવાનું ખુલાસો થયો હતો.

પતિ-પત્ની વચ્ચે અણબનાવમાં માસુમનો ભોગ લેવાયો 

પતિ-પત્ની વચ્ચેના અણબનાવનો ભોગ 10 મહિનાની બાળકી બની છે. નિષ્ઠુર માતાએ દસ મહિનાની દીકરીની બેરહેમીપૂર્વક હત્યા કરી નાખી, જે હત્યાને બીમારીના કારણે મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ અંતે ભાંડો ફૂટતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારી માતા રીઝવાનાની ધરપકડ કરી છે. પોતાની પુત્રીની   હત્યા કર્યા બાદ પણ રીઝવાનાને કોઈપણ વાતનો અફસોસ ન હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું. તેવામાં બાળકીની હત્યા માટે માત્ર આ જ કારણ જવાબદાર છે કે અન્ય કોઈ તે તપાસ પોલીસે હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો