મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : BRTSના ડ્રાઈવરને ચાલુ બસે IPL મેચ જોવી ભારે પડી, કરાયો સસ્પેન્ડ

દેશમાં હાલ લોકસભા ચૂંટણી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નો માહોલ જામ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમદાવાદમાં

VIDEO :  BRTSના ડ્રાઈવરને ચાલુ બસે IPL મેચ જોવી ભારે પડી, કરાયો સસ્પેન્ડ

દેશમાં હાલ લોકસભા ચૂંટણી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નો માહોલ જામ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમદાવાદમાં બીઆરટીએસ બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલમાં આઈપીએલની મેચ જોઈ રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અંજલીથી મણિનગર રૂટની બસનો  હોવાનું સામે આવ્યું છે.

કોન્ટ્રાકટરને એક લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી

વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા કોન્ટ્રાકટરને એક લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારીને સંતોષ માનવામાં આવ્યો છે. તેમજ હાલ ડ્રાઇવરની ફરજ મુક્ત કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરો ટ્રાફિક સિગ્નલનો ઉલાળીયો કર્યા હોવાના બનાવો ભૂતકાળમાં અનેક બનેલા છે.  આ પ્રકારના કેસમાં અન્ય કડક શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી લોકોમાં માગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો