VIdeo: સુરતમાં મુસાફરો ભરેલી BRTS બસ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, ડ્રાઈવર નશામાં હોવાની શક્યતા
સુરતના દિલ્લી ગેટ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી 17 નંબરની BRTS ઈ-બસ ટ્રાફિક પોલ સાથે ધડાક
સુરતના દિલ્લી ગેટ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી 17 નંબરની BRTS ઈ-બસ ટ્રાફિક પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટક્કર થતા જ મુસાફરો ગભરાઈને બસમાંથી ઉતરી રસ્તા પર દોડવા લાગ્યા હતા. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. ડ્રાઈવર નશામાં હોવાની લોકો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ BRTS ઈ-બસ કામરેજથી પાલ તરફ જઈ રહી હતી.




