મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: અમરોલીમાં BRTS બસે 10 વર્ષની બાળકીને કચડી નાખી, ડ્રાઈવર બસ લઈને ફરાર

સુરતના અમરોલી વિસ્તારમાં BRTS બસે 10 વર્ષની બાળકીને કચડી નાખી હતી.બાળકી BRTS રેલિંગ કૂદી રોડ ક્રોસ કરી રહી હતી ત

સુરત: અમરોલીમાં BRTS બસે 10 વર્ષની બાળકીને કચડી નાખી, ડ્રાઈવર બસ લઈને ફરાર

સુરતના અમરોલી વિસ્તારમાં BRTS બસે 10 વર્ષની બાળકીને કચડી નાખી હતી.બાળકી BRTS રેલિંગ કૂદી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે બીઆરટીએસ બસના ચાલકે અડફેટ લીધી હતી. બાળકીને કચડી નાંખતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ત્યાંથી બસ લઈ ભાગી ગયો હતો.જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

બાળકીને સીટી બસે અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી

બી.આર.ટી.એસની રેલીગ ક્રોસ કરતી હતી. તે સમયે બાળકીને સીટી બસે અડફેટે લીધી હતી. બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. બાળકીની માતા મજૂરી કામ કરે છે, બાળકીને એક બહેન છે. અકસ્માત અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો