અંકલેશ્વરના અંદાડામાં ભાઈએ જ કરી બહેનની હત્યાની કોશિશ, ચપ્પુ વડે ગળું કાપવાનો પ્રયાસ
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની રાધેનગર સોસાયટીમાં હત્યાની ઘટના

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની રાધેનગર સોસાયટીમાં હત્યાની ઘટના સામે આવી છે જેમાં ભાઈએ જ બહેનને ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની રાધેનગર સોસાયટીમાં માસીનો દીકરો બહેનના ઘરે જમવા આવ્યો હતો. જમીને બહાર ગયા બાદ પાકીટ શોધવા બહાને બહેનના ઘરે પાછો આવ્યો હતો. ઘરે આવી અચાનક બહેનનું મોઢું દબાવી ચપ્પુ વડે ગળું કાપી નાખતા બહેનને ગંભીર ઇજા પહોંચી છે. ઘાયલ બહેનને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હુમલાખોર માસીના દીકરાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.




