મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણ:17 વર્ષની સાળી પર જીજાએ દુષ્કર્મ આચરીને બનાવી ગર્ભવતી, આરોપી બે દિકરીઓનો પિતા

સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો જસદણમાંથી સામે આવ્યો છે. રાજ્યના જસદણ પંથકમાં 17

જસદણ:17 વર્ષની સાળી પર જીજાએ દુષ્કર્મ આચરીને બનાવી ગર્ભવતી, આરોપી બે દિકરીઓનો પિતા

સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો જસદણમાંથી સામે આવ્યો છે.  રાજ્યના જસદણ પંથકમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું છે.  મળતા અહેવાલ પ્રમાણે કૌટુંબિક બનેવીએ લલચાવીને કિશોરી પર વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાનું સમગ્ર મેડિકલ ચેકઅપ હાથ ધર્યું હતું. તપાસમાં સામે આવ્યું કે બાળકીને 6 મહિનાનો ગર્ભ રહી ગયો છે.

સગીરાએ સમગ્ર બાબત પોતાના પિતાને જણાવી

સગીરાએ સમગ્ર બાબત પોતાના પિતાને જણાવી હતી. પિતાએ તુંરત જ પોલીસનો સંપર્ક કરીને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ નરાધમ જીજાજી વર્ષ 2022થી અવારનવાર સગીરા પર દુષ્કર્મ આચરતો હતો.

કિશોરી પર દુષ્કર્મ આચરનાર આરોપી બે દિકરીઓનો પિતા

પોલીસે નરાધને દબોચવા માટે ટીમને કામે લગાડી હતી.  પોતાની સાળી પર દુષ્કર્મ આચરનાર બે દિકરીઓનો બાપ છે. સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરીને પોલીસ સખ્ત પૂછપરછ આચરી હતી. નરાધમની ઓળખ કિશન ચાવડ તરીકે થઈ છે.

આ સમાચાર શેર કરો