Ahmedabad: પ્રહલાદનગર ગાર્ડન પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, AHTU ટીમે કરી કાર્યવાહી
અમદાવાદ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધં

અમદાવાદ શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા પર ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ એક સ્પામાંથી કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં, પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા નક્ષ સ્પા (Naksh Spa) માં દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી AHTU ટીમને મળી હતી. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર કુટણખાનું ઝડપી પાડ્યું હતું.
આ મામલે સ્પાના માલિક રોહિત દિલીપભાઈ લાલવાણી અને મેનેજર પાયલ જગદીશ રાય અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. AHTU દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






