Ahmedabad news: પુલ-રોડ કોન્ટ્રાક્ટરો સરકાર-પક્ષ માટે ચૂંટણી ફંડ માટે દૂઝણી ગાય સમાન, તપાસ કે કાર્યવાહી માત્ર દેખાડો
ભ્રષ્ટાચારે રાજ્ય માર્ગ મકાન વિભાગને ભરડો લીધો છએ. ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરના મેળા પિ

ભ્રષ્ટાચારે રાજ્ય માર્ગ મકાન વિભાગને ભરડો લીધો છએ. ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરના મેળા પિપણાંને લીધે રોડ-રસ્તાના કાોમમાં વ્યાપક પણે ખાયકી થઈ રહી છે. સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અને જાણે મિલ બાંટ કે ખાયેગે તેવી નીતિથી રોડ રસ્તાના કામો થઈ રહ્યા છે. નક્કી થયેલી ગોઠવણ મુજબ જ રોડ રસ્તાના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે. જેથી મળતિયા કોન્ટ્રાક્ટરને જ કામ મળે છે.
રોડની ગુણવત્તા જાળવવી એ કોન્ટ્રકાક્ટરને પોષાય તેમ જ નથી
આ ઉપરાંત એટલી હદે ખાયકી થઈ રહી છે કે, રોડની ગુણવત્તા જાળવવી એ કોન્ટ્રકાક્ટરને પોષાય તેમ જ નથી. આ કારણોસર એક વરસાદ પડે ને રસ્તા જાણે આખેઆખઆ ધોવાઈ જાય છે. રોડ કોન્ટ્રક્ટરો તો સરકાર અને પક્ષ બન્ને માટે દૂઝણી ગાય સમાન છે કેમકે ચૂંટણી ફંડ પુરુ પાડતાં હોવાથી તેમની સામે પગલાં ભરવા શક્ય નથી. રોડ રસ્તાના કામોને લઈ ગમેતેટલી ફરિયાદો થાય પણ કોન્ટ્રાક્ટરોને ઉની આંચ આવતી નથી.
માત્ર નોટિસ આપીને કરાય છે દેખાડો
માત્ર નોટિસ આપીને કાર્યવાહીનો દેખાડો કરાય છે. સરકાર સાથે કોન્ટ્રાક્ટરોની એટલી હદે ગોઠવણ છે કે બ્લેક લિસ્ટેડ હોવા છતાંય તેમનેજ રોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. રસ્તાના ગણવત્તાને લઈને આજદીન સુધી કેટલાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે તેનો સરકાર પાસે જ જવાબ નથી.
ભાજપના સાંસદ પણ રોડના કામોમાં ખાયકી થઈ રહી છે તેવા આક્ષેપ
હાલ એકપણ ગામ કે શહેર એવું નહી હોય જ્યાં રોડ પર ખાડા પડ્યા નહોય. ખાડા વાળા રસ્તાને લીધે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે. ખુદ ભાજપના સાંસદ પણ રોડના કામોમાં ખાયકી થઈ રહી છે તેવા આક્ષેપ કરી રહ્યાં છે, ત્યારે હવે સરકાર રસ્તાના કામો પર ધ્યાન આપવાનું સુઝ્યું છે.






