Navratri 2024:સુરતમાં ગરબા સ્થળ પર જ નશાકારક વ્યક્તિનું બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવા માગ
આજથી માં અંબેની આરાધનાના પર્વ એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે આ પવિત્ર નવરાત્રિ મહોત્સવ

આજથી માં અંબેની આરાધનાના પર્વ એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે આ પવિત્ર નવરાત્રિ મહોત્સવમાં નશો કરીને પણ ઘણા ખેલૈયાઓ અને લોકો ઘુસી જતાં હોય છે. ત્યારે આવા લોકોની સ્થળ પર જ બ્રેથ એનાલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કોંગ્રેસ પ્રવક્તા અનુપ રાજપૂત દ્વારા કરવામાં આવી છે.
છૂટનો ગેરફાયદો ઉઠાવાતો હોય છે
પોલીસ કમિશનરને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે, ગરબા રમવા તેમજ ખાણીપીણીના સ્ટોલ મોડે સુધી ચાલુ રાખવાની આવકારદાયક છૂટ આપવામાં આવી છે. પરંતુ નવરાત્રિ મહોત્સવમાં આ પ્રકારની છૂટનો ઘણા લોકો ગેરફાયદો ઉઠાવતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થળ પર જ તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ જરૂરી
પોલીસ દ્વારા નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતાં ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છએ. ત્યારે આ સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ. જેથી પવિત્ર પર્વમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેમજ મહિલાઓ અને નાગરિકોની સલામતી અને સુરક્ષા સંપૂર્ણપણે જળવાઈ રહે. સાથે જ નશો કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે.








