મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: ભાજપ મહાનગર અને જિલ્લા પ્રમુખોને લઇને દિલ્હીમાં મંથન, હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ થશે જાહેરાત

ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચના માટે તૈયારીઓ શરૂ થઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પ

ગુજરાત: ભાજપ મહાનગર અને જિલ્લા પ્રમુખોને લઇને દિલ્હીમાં મંથન, હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ થશે જાહેરાત

ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચના માટે તૈયારીઓ શરૂ થઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આખાય સંગઠનને નવો ઓપ આપવામાં આવશે. ભાજપ મહાનગર અને જિલ્લા પ્રમુખો માટે દિલ્હીમાં મંથન કરવામાં આવશે. શહેર-જિલ્લાના પ્રમુખોની યાદી લઇ પ્રદેશ ભાજપના આગેવાનો દિલ્હી પહોંચ્યા છે.

દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓની બેઠક

દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે ગુજરાત ભાજપના નેતાઓની બેઠક મળશે. આ બેઠક માટે સંગઠન મહામંત્રી રત્નાકર, મહામંત્રી રજની પટેલ, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ નામોની જાહેરાત કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક બાદ મહાનગર-જિલ્લા પ્રમુખોના નામની પેનલ સાથે પ્રદેશ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. 

33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં ભાજપને નવા પ્રમુખ મળશે

33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં ભાજપને નવા પ્રમુખ મળશે. 10 જાન્યુઆરી સુધીમાં મોટાભાગના નામની જાહેરાત કરવામાં આવશે.

350થી વધુ ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

જિલ્લા અને શહેર પ્રમુખનું પદ મેળવવા 350 જેટલા ભાજપના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લામાંથી 67 ભાજપના નેતાઓએ શહેર અને જિલ્લા પ્રમુખ માટે ફોર્મ ભર્યા છે. અમદાવાદમાં શહેર પ્રમુખ બનવા 25 નેતાઓ મેદાને છે. 

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ રમેશ બિધુડીની ટિકિટ છિનવાઈ જશે? ભાજપ લઈ શકે છે મોટો નિર્ણય

ઉત્તરાયણ બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ માટે કવાયત હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પસંદ કરવા ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપવામાં આવી છે. આ જોતાં 20 જાન્યુઆરી સુધીમાં ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.

આ સમાચાર શેર કરો