Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Video/ Online receipts are issued even in the absence of the license holder,

Video/ લાયસન્સ ધારકની ગેરહાજરીમાં પણ નીકળે છે ઓનલાઈન પાવતી, પુરવઠા વિભાગ ઊંઘમાં?

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા રેશનિંગની દુકાનો ચલાવવામાં આવે છે. પરંતુ બોટાદ શહેરમાં આ વ્યવસ્થામાં મોટી ખામી અને ગેરરીતિ સામે આવી છે. એક જાગૃત મહિલાએ સસ્તા અનાજની દુકાનનો વીડિયો વાયરલ કરતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

App Store

દુકાનદાર ગાયબ, ગ્રાહકો પરેશાન

બોટાદમાં કાર્યરત NFSA સ્કીમ હેઠળની આ સસ્તા અનાજની દુકાનમાં લાયસન્સ ધારક દુકાનદાર સમયસર હાજર રહેતા નથી. સ્થાનિક રહીશ સાયરાબેનના  જણાવ્યા મુજબ, ગ્રાહકોને વહેલી સવારથી દુકાન ખુલવાની રાહ જોઈને બેસી રહેવું પડે છે. વારંવાર રજૂઆત છતાં દુકાન ખોલવાના સમય બાબતે કોઈ ચોકસાઈ જોવા મળતી નથી, જેને કારણે મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકોનો આખો દિવસ વેડફાય છે.

બાયોમેટ્રિક્સ સિસ્ટમની સુરક્ષા પર સવાલ

સરકાર દ્વારા અનાજનો કાળો કારોબાર રોકવા માટે લાયસન્સ ધારકના ફિંગરપ્રિન્ટ (Biometrics) બાદ જ ગ્રાહકને માલ આપવાની કડક સિસ્ટમ અમલમાં છે. જોકે, વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લાયસન્સ ધારકની ગેરહાજરીમાં પણ ઓનલાઈન પાવતીઓ નીકળે છે અને અનાજનું વિતરણ થઈ રહ્યું છે. આ બાબત સરકારી ઓનલાઈન સિસ્ટમની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કરે છે.