Video: બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રોડ કામગીરી અને એજન્ડા વિલંબ મુદ્દે સભ્યોના આક્ષેપ

સોર્સ: gstv

બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત સાથે વિકાસનાં કામો અને રોડ બાંધકામની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા. લીંબાળી બેઠકના સભ્ય વાલજી જાદવે રજૂઆત કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા હતા. સામાન્ય સભા પૂર્વે વિકાસનાં કામો અંગેનો એજન્ડા સમયસર નહીં મળતો હોવાની પણ સભ્યોએ ફરિયાદ કરી હતી. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ પ્રતિક્રિયા આપતા તપાસ હાથ ધરી જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. દિવાળીના પર્વને કારણે એજન્ડા પહોંચવામાં વિલંબ થયો હોવાની સંભાવના વ્યક્ત કરતાં તેમણે એજન્ડા સમયસર પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત