Botad news: મોટા વિરવા ગામે નકલી ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહેલા શખ્સની ધરપકડ
બોટાદ તાલુકાના મોટા વિરવા ગામે ડિગ્રી ન હોવા છતાં પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી ક્લિનિક ચલાવતા

બોટાદ તાલુકાના મોટા વિરવા ગામે ડિગ્રી ન હોવા છતાં પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી ક્લિનિક ચલાવતા શખ્સને બોટાદ એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બોટાદ SOGનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, મોટી વીરવા ગામે જયસુખ ગણેશભાઈ બારોલીયા પોતાના રહેણાંકના મકાનમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકેની ઓળખ આપી જય મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામનું દવાખાનું ચલાવે છે.
જે બાતમીના આધારે SOGના સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડા પાડયા હતા.




