બોરસદ પોલીસની સરાહનીય કામગીરી, ભૂલા પડેલા વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો
ભલે પોલીસની છાપ જનતામાં નેગેટિવ હોય પરંતુ આણંદ જિલ્લાના બોરસદ ગ્રામ્ય પ

ભલે પોલીસની છાપ જનતામાં નેગેટિવ હોય પરંતુ આણંદ જિલ્લાના બોરસદ ગ્રામ્ય પોલીસના જવાને આજે એક સુંદર કામીરી કરીને પોલીસની કામગીરી સમાજ માટે સારી અને પ્રશંસનીય હોવાનો દાખલો બેસાડયો હતો.
આજથી રાજ્યમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે બોસરસ સેન્ટર પર પરીક્ષા આપવા આવેલો વિદ્યાર્થીઓ સેન્ટર ભૂલી જતા તેની વ્હારે બોરસદ ગ્રામ્ય પોલીસના જવાન દિનેશભાઈએ પરીક્ષાર્થીને પોતાની કારમાં તેના પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચાડી દીધો હતો. આ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા માટે બોચાસણ વિનય મંદિર સેન્ટરના બદલે બોરસદ સેન્ટર ખાતે પહોંચી ગયો હતો. જેથી છેલ્લી ઘડીએ તેને જાણ થતા વિદ્યાર્થીને પરીક્ષા નહિ આપી શકે અને હવે સેન્ટર પર જવું તો કઈ રીતે આખરે પોલીસ જવાન આગળ આવીને હેમખેમ પરીક્ષા કેન્દ્રએ પહોંચાડીને સરાહનીય કામગીરી કરી હતી. જેના લીધે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડતું અટકી ગયું હતું.




