બોરસદ નગરપાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ, ભાજપના 14 બળવાખોર સભ્યોએ બનાવ્યો નવો મોરચો
આંણદ જિલ્લાના બોરસદમાં બોરસદ નગરપાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ જામ્યું છે. ભાજ

આંણદ જિલ્લાના બોરસદમાં બોરસદ નગરપાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ જામ્યું છે. ભાજપે બળવાખોર 14 સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢ્યાં હતા. જો કે હવે ભાજપના આ 14 બળવાખોર સભ્યોએ કોંગ્રેસના સસ્પેન્ડ થયેલા સભ્યો સાથે મળીને નવો મોરચો બનાવ્યો છે.
વર્ષ 2020માં બોરસદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જો કે ભાજપના 14 સભ્યોએ બળવો કરતા તેમને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યાં હતા અને ભાજપે સત્તા ગુમાવતા બોરસદ નગરપાલિકા સુપરસીડ થઈ હતી.
ભાજપના આ 14 બળવાખોરોએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી સમયે ભાજપમાં પુનઃપ્રવેશ મેળવવા માટે ધમપછાડા કર્યા હતા, પણ તેમને પક્ષમાં લેવામાં આવ્યાં ન હતા.
ભાજપે આ 14 બળવાખોર સભ્યોને પક્ષમાં પાછા સમાવિષ્ટ ન કરતા હવે જયારે બોરસદ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેવામાં આ 14 સભ્યોએ પ્રેશર પોલિટિક્સ શરૂ કર્યું છે. ભાજપના 14 બળવાખોર સભ્યોએ કોંગ્રેસના બળવાખોર સભ્યો સાથે મળીને વિકાસ મંચ નામનો નવો મોરચો બનાવ્યો છે અને આ નવા મોરચા હેઠળ આગામી ચૂંટણી લડવાની રણનીતિ બનાવી છે. આજે આ નવા મોરચાની બેઠક પણ મળી હતી.






