મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagarમાં દારૂનું વેચાણ બંધ કરાવતા ભાજપ ઉપાધ્યક્ષ પર બુટલેગરનો હુમલો

Bhavnagar News: ગુજરાતમાંથી સતત હુમલા અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ભાવનગરમાં ભાજપ નેતા પર બુટલેગર દ્વા

Bhavnagarમાં દારૂનું વેચાણ બંધ કરાવતા ભાજપ ઉપાધ્યક્ષ પર બુટલેગરનો હુમલો

Bhavnagar News: ગુજરાતમાંથી સતત હુમલા અને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ભાવનગરમાં ભાજપ નેતા પર બુટલેગર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવતા ચકચારી મચી જવા પામી છે. ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના શાસન વચ્ચે ભાજપના નેતાઓ અસુરક્ષિત જોવા મળી રહ્યા છે. શહેર ભાજપ ઉપાધ્યક્ષ ઉપર બુટલેગરે હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેર ભાજપના ઉપાધ્યક્ષ નીતિનભાઈ રાઠોડ ઉપર કેટલાક બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ નેતાના પુત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તેમના વિસ્તારમાં દારૂ વેચાણ બંધ કરાવવાની પોલીસમાં અને તંત્રને જાણ કરવાની દાઝ રાખી બુટલેગરો દ્વારા વડવા તલાવડી વિસ્તારમાં આજે તેમના ઉપર ખૂની હુમલો કર્યો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો