Video: ભાયાવદરમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ

ઉપલેટાના ભાયાવદરમાં ત્રણ બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. પોલીસે કોઈપણ મેડિકલ ડિગ્રી વગર સેક્સવર્ધક દવાઓના નામે છેતરપિંડી અને ખંડણીનું નેટવર્ક ચલાવતા 10 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પાંચ આરોપીઓ ફરાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લલચામણી જાહેરાતો આપી ગ્રાહકોને ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ અશ્લીલ લિંક્સ મોકલી પરિવાર અને સમાજમાં બદનામ કરવાની તેમજ આજીવન જેલમાં મોકલવાની ધમકી આપી નાણાં પડાવાતા હતા. પોલીસને જૂન મહિનાથી અત્યાર સુધીમાં ગુજરાતના 4,400થી વધુ સંભવિત ગ્રાહકોનો ડેટા મળ્યો છે. પોલીસે કુલ 5.16 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.








