સુરતમાં આવાસ નજીકથી મળ્યો અજાણ્યાનો મૃતદેહ, માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી હત્યાની આશંકા
સુરતમાં એક તરફ કાયદાની સ્થિતિ વણસી હોય તે રીતે એક પછી એક હત્યાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે

સુરતમાં એક તરફ કાયદાની સ્થિતિ વણસી હોય તે રીતે એક પછી એક હત્યાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરોલી વિસ્તારમાંથી અજાણ્યા ઇસમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
માથાના ભાગે ગંભીર ઈજા
અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ નજીક H-3 પાસે એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા. જેને પગલે અમરોલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
ઓળખ માટે તજવીજ શરૂ
અજાણ્યા ઇસમની હત્યા કરવામાં આવી કે, અકસ્માતે તેનું મોત થયું તે બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહનો હાલ કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે મૃતકની ઓળખ કરવાની દિશામાં પણ તજવીજ હાથ ધરી છે.








