ભરૂચના સિતપોણના નાળામાં ડૂબેલા યુવકનો પાંચ કલાકની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ
ભારે વરસાદથી સાર્વત્રિક તારાજી સર્જાઈ છે. ત્યારે ભરૂચના સિતપોણ ગામના

ભારે વરસાદથી સાર્વત્રિક તારાજી સર્જાઈ છે. ત્યારે ભરૂચના સિતપોણ ગામના નાળામાં એક યુવક પડી જતા ડૂબી ગયો હતો. જેથી ભરૂચ ફાયરબ્રિગેડે પાંચ કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
સાડા સાત ઇંચ વરસાદથી તારાજી
સાડા સાત ઇંચ વરસાદથી અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સમયે અશોક દિનેશભાઈ વસાવા નાળામાં પડી જતાં ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. જાણ થતાં ગ્રામજનોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનોએ ફાયરને જાણ કરી હતી. જેથી યુવકની શોધખોળ હાથ ધરવામા આવી હતી.
પાંચ કલાકે મૃતદેહ મળ્યો
ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ નાળામાં ડૂબી ગયેલા અશોક વસાવાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ પણ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરુચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.








