દાદરા નગર હવેલીમાં પિતા સહિત 2 બાળકોના મૃતદેહ મળ્યા: સામૂહિક આપઘાતની આશંકા
દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ પહોંચી ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે, મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા હતા અને સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
સામૂહિક આપઘાતની આશંકા
પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છે, તે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેરી વળ્યું છે.






