ગેરકાયદેસર બાંધકામને કારણે બોડેલી ગામ બે વખત પૂરમાં ડૂબ્યું હતું
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ચાચક ગ્રામ પંચાયતની હદમાં શ્રીરામ કોમ્પ્લેક્સ નામના શોપિંગ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ચાચક ગ્રામ પંચાયતની હદમાં શ્રીરામ કોમ્પ્લેક્સ નામના શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર બાંધકામનો મામલો બહાર આવ્યો છે. ગ્રામ પંચાયતની કોતરની જગ્યા પર બિલ્ડરે માત્ર 8 દુકાનોની મંજૂરી લીધી હતી, પરંતુ નગર નિયોજકના નકશાની શરતોનું ઉલ્લંઘન કરી 62 દુકાનો બનાવી દીધી. આ ગેરકાયદેસર બાંધકામને કારણે બોડેલી ગામ બે વખત પૂરમાં ડૂબ્યું હોવાનું જાણવા મળ્યું છે. બોડેલીના હસમુખભાઈ રમણભાઈ વરિયાએ આ મામલે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને ઓનલાઈન અરજી કરી, જેમાં તમામ પુરાવા રજૂ કર્યા. સુનાવણી દરમિયાન જિલ્લા કલેક્ટર પણ આઘાતમાં મુકાયા અને તેમણે 7 દિવસમાં 62 દુકાનોને સીલ મારવાનો આદેશ તાલુકા વિકાસ અધિકારીને આપ્યો. તાલુકા વિકાસ અધિકારી GSTVના કેમેરા સામે જવાબ આપવાથી બચવા ભાગી ગયા.




