મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: કાંકરિયામાં પોણા બે વર્ષ બાદ શરૂ થશે બોટિંગ, જાણો નગીનાવાડીમાં લેસર શો શરૂ કરવા AMC એ શું કહ્યું

કાંકરિયાના મુલાકાતી આગામી દિવસોમાં ફરી બોટિંગની મજા લઈ શકશે. AMC દ્વારા તળાવમાં ફરીથી બોટિંગ

Ahmedabad news: કાંકરિયામાં પોણા બે વર્ષ બાદ શરૂ થશે બોટિંગ, જાણો નગીનાવાડીમાં લેસર શો શરૂ કરવા AMC એ શું કહ્યું

 કાંકરિયાના મુલાકાતી આગામી દિવસોમાં ફરી બોટિંગની મજા લઈ શકશે. AMC દ્વારા તળાવમાં ફરીથી બોટિંગ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નગીનાવાડી પણ ફરીથી નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવશે. કાંકરિયા ખાતે આવેલ માછલી ઘર AMC પોતાને હસ્તક લેશે.

માછલી ઘરને AMC પોતાને હસ્તક લેશે

 વડોદરાના હરણીકાંડ બાદ કાંકરિયામાં પણ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આશરે પોણા બે વર્ષ બાદ AMC દ્વારા મુસાફરોની માંગને ધ્યાને લઇ 1 નવેમ્બર બાદ આ બોટિંગ શરૂ કરવામાં આવશે. કાંકરિયા નગીનાવાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન લેસર શો પણ શરૂ કરવાને મંજૂરી આપવામાં આવી છે. વડોદરાના હરણી બોટકાંડ બાદ રાજ્યમાં તમામ જગ્યાએ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. નવી sop નું પાલન થાય તે રીતે બોટિંગ ફરી શરૂ થશે. આ સાથે કાંકરિયા ખાતે આવેલા માછલી ઘરને AMC પોતાને હસ્તક લઇ તેનું સંચાલન કરશે. 

આ સમાચાર શેર કરો