દીવમાં મધદરિયે શીપે અડફેટે લેતા બોટને ભારે નુકસાન, ખલાસીઓનો આબાદ બચાવ
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી અવારનવાર બોટના અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છ

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી અવારનવાર બોટના અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. એવામાં ફરીથી દીવમાં એક બોટ અને શીપ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દીવની વણાકબારાની બોટ તથા શીપ વચ્ચે અકસ્માત સર્જાતા બોટને લાખોનું નુકસાન પહોંચ્યું હતુ. આ અકસ્માતમાં 5 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો : રાજકોટ: TRP કાંડની અવગણના કરી મનપા બનાવી રહી છે બીજો ગેમ ઝોન
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વણાકબારાની એક બોટ માછીમારી કરવા માટે નીકળી હતી. જેને દરિયામાં અકસ્માત નડયો હતો. પીપાવાવના દરિયાઈ વિસ્તારમાં વણાકબારાના લખીબેન લખમણની ગીત ગંગા નામક બોટ પીપાવાવ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં એક શીપે ગીત ગંગા બોટને અડફેટે લેતાં બોટમાં આગળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે, તમામ ટંડેલ ખલાસીઓને સહી સલામત બચતા દરેકે રાહતનો શ્વાસ લીધો હતો.




