VIDEO: વડોદરામાં રાંધણ ગેસના કાળા બજારીનો પર્દાફાશ, 30 સિલિન્ડર સાથે આરોપીની અટકાયત
એક તરફ રાજ્યમાં ગેસ પુરવઠાની અછત છે, ત્યારે વડોદરા શહેરમાં એસઓજીની ટીમે ર
એક તરફ રાજ્યમાં ગેસ પુરવઠાની અછત છે, ત્યારે વડોદરા શહેરમાં એસઓજીની ટીમે રાંધણ ગેસના કાળા બજારનો પર્દાફાશ કર્યો છે. ન્યુ વીઆઈપી રોડના ખોડિયારનગર ભરવાડ વાસ વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડા પાડતા લગભગ 30 જેટલા ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી સાદુલ ભરવાડની અટકાયત કરી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી રાંધણ ગેસની એજન્સીમાં ટેમ્પા ચાલક તરીકે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ખાડી દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ગેસની અછતને લઈ લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.



