મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તુષાર ચૌધરીના નિવેદન પર ભાજપનો પલટવાર

સોર્સ: gstv

કોંગ્રેસના તુષાર ચૌધરીના નિવેદનને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસ પર પ્રજાના દુઃખ અને ખેડૂતોની સમસ્યાઓ વચ્ચે રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. અનિલ પટેલે જણાવ્યું કે, ખેડૂતોને મદદ કરવાની જ્યાં જરૂર છે ત્યાં સરકાર કામગીરી કરી રહી છે અને ભાજપ ખેડૂતોની સાથે ઊભી છે. તેમણે કોંગ્રેસ પર નકારાત્મક રાજનીતિ કરવાનો અને વિચારોના અભાવનો આક્ષેપ પણ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસે દિવાસ્વપ્ન જોવાનું છોડી દેવું જોઈએ, કારણ કે દેશ અને ગુજરાતમાં જનતાનું સમર્થન ભાજપને મળશે. આ નિવેદનથી રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો રાજકીય વાકયુદ્ધ વધુ ચર્ચામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો