મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના રાહુલ ગાંધી પર પ્રહાર કહ્યુ, સંસદમા આપે છે સભા જેવા ભાષણ

સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. બજેટ ચર્ચા બાબતે યોજાયેલ

સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીના રાહુલ ગાંધી પર પ્રહાર કહ્યુ, સંસદમા આપે છે સભા જેવા ભાષણ

સુરતમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. બજેટ ચર્ચા બાબતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તાવડેએ બજેટ દેશના વિકાસનો રોડમેપ હોવાની વાત કરી હતી. બજેટને લઈને દેશની જનતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ રાહુલ ગાંધીના ભાષણ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીનું ભાષણ ચૌરાહો અને સભામાં થાય તેવું હતું.

વિપક્ષી નેતા પર પ્રહાર

વિનોદ તાવડેએ કહ્યુ કે, સંસદ કોઈ નુંકકડ કે ચૌરાહો નથી કે જ્યાં ગમે તેવું ભાષણ થઈ શકે. ચકવ્યૂહની વાતનો ઉલ્લેખ કરતા સમયે દેશની સુરક્ષામાં મહત્ત્વની ભાગ ભજવનાર ડોભાલ સાહેબનું નામ જે લેવાયું તે દુર્ભાગ્ય પૂર્ણ છે. દેશને અપેક્ષા છે કે મજબૂત તથ્યો સાથે વક્તવ્ય થવું જોઈએ પણ તે કઈ જોવા મળ્યું. આ બાબતે આજે નિર્મલા સીતારમણ જવાબ આપશે. મોદીજીના નેતૃત્વની NDA સરકાર આવનારા દિવસમાં લોકોના વિકાસ માટે કરવું કામ કરશે તે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આદિવાસીઓનું ધ્યાન રખાયું

આ બજેટમાં સૌથી મોટી વાત વાંચીતોને લાભ અપાયો છે જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારનો સમાવેશ થયો છે. શહેર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ કરોડ મકાનનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ત્રણ કરોડ મકાનના કારણે રોજગારી પણ ઊભી થશે. 63000 આદિવાસી ગામડાઓ માટે જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન હાથ ધરાયું છે. તેમાં પાંચ કરોડ આદિવાસી માટે અલગ અલગ યોજના આપવામાં આવી છે.

યુપીએની સરખામણી

મુંબઈ સુરત અમદાવાદ જેવા શહેરો માટે ફેરીયાઓ માટે પીએમ સવા નિધિ યોજના શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત આ લોકોને લોન અપાશે. વિશ્વકર્મા યોજના માટે 4,824 કરોડનું પ્રાવધાન આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટસ માટે 2013માં 1290 કરોડ હતો 2043 કરોડની જોગવાઈ છે. એગ્રીકલકર એનફ 79708 કરોડનો, 132469 કરોડનો ખર્ચ થશે. કેમિકલ ફર્ટિલાઈઝર માટે કોંગ્રેસના સમયમાં 67000 કરોડ હતા પણ અત્યારની સરકારમાં 168000 કરોડની જોગવાઈ થઈ છે. Upaના કાર્યકાળમાં 12 કલાક વીજળી મળતી હતી NDA સરકારમાં 21 કલાક વીજળી ખેડૂતોને મળે છે. 

મહિલાઓ માટે જોગવાઈ

મહિલા સશક્તિકરણમાં 2013 14માં જે ખર્ચ થતો હતો તે વધારવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં PM આવાસના ઘર મહિલાઓના નામ પર મળે છે. માહિલાઓને લખપતિ દીદી બનાવવાનો વિચાર અમેં કર્યો છે. મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર બીમારીને લઈને 9થી 14 વર્ષની યુવતીઓને ફ્રીમાં વેકસીન આપવામાં આવશે. 1 કરોડ ગરીબ લોકોના ઘરમાં વીજળી ફ્રીમાં આપવામાં આવશે. મધ્યમ વર્ગ માટે 40000 રેલવે બોગીને જનરલમાં કન્વર્ટ કરવા બાબતે પણ વિચાર કરાયો છે. કોંગ્રેસની સરકાર સમયે 25858 કરોડ ખર્ચ થયો એ વખતે 278000 કરોડ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે માટે ખર્ચ થશે. કોંગ્રેસ સરકારમાં વીજળી માટે 10000 કરોડનો ખર્ચ કરાતો હતો હવે 20000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો