બોટાદ નગરપાલિકાની ચુંટણી પહેલા જ ભાજપનું ખાતું ખુલ્યું, 4 ઉમેદવારો બિનહરીફ જાહેર
બોટાદ નગરપાલિકાની ચુંટણીના મતદાન પહેલા જ ભાજપે ખાતું ખોલ્યું છે. સ્થાનિક

બોટાદ નગરપાલિકાની ચુંટણીના મતદાન પહેલા જ ભાજપે ખાતું ખોલ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ ભાજપે એક વોર્ડમાં જીત હાંસલ કરી છે.
ભાજપે બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7 ના 4 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારો સામે ફોર્મ ન ભરાતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય થયો છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીના પરીણામ પહેલા 44 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપે કરી કબ્જે કરી છે.
બિનહરીફ ચૂંટાયેલા સભ્યો:
- સહદેવસિંહ ભાવસિંહ ચૌહાણ
- રૂપલબેન સંદીપભાઈ જોશી
- ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા
- અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ખસીયા
રાજ્યમાં નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. 66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025






