મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદની પરિણીતા પર દુષ્કર્મનો મામલો:ફરાર BJPનો વોર્ડ કાઉન્સિલર 15 દિવસ બાદ ઝડપાયો

રાજ્યના આણંદમાથી મોટા અહેવાલ આવ્યા છે. આણંદમાં રહેતી 35 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મના મામલે પોલીસને સફળતા મળી છે.

આણંદની પરિણીતા પર દુષ્કર્મનો મામલો:ફરાર  BJPનો વોર્ડ કાઉન્સિલર 15 દિવસ બાદ ઝડપાયો

રાજ્યના આણંદમાથી મોટા અહેવાલ આવ્યા છે. આણંદમાં રહેતી 35 વર્ષીય પરિણીતા ઉપર દુષ્કર્મના મામલે પોલીસને સફળતા મળી છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના BJP કાઉન્સિલર દીપુ ગોરધનભાઇ પ્રજાપતિને 15 દિવસ બાદ આણંદ ટાઉન પોલીસે ઝડપી લીધો છે.

14 દિવસથીફરાર દિપુ પ્રજાપતિને પોલીસે રોજ ઝડપી પાડ્યો

છેલ્લા 14 દિવસથીફરાર દિપુ પ્રજાપતિને પોલીસે રોજ ઝડપી પાડ્યો હતો. ભાજપના કાઉન્સિલર સાથે જોડાયેલી આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે  આણંદ પોલીસ આ ગુનાની વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ભાવનગર/ હાથબ અગ્નિસ્નાન મામલો: ટૂંકી સારવાર બાદ એક માસૂમનું મોત, માતા સામે હત્યાનો ગુનો દાખલ

 વોટ નાખવા અંગેની માહિતીને લઈને દુષ્કર્મ આચર્યુ

આણંદમાં 35 વર્ષીય એક પરિણીતા બપોરના સમયે પોતાના બે નાના બાળકો સાથે ઘરે હતી અને તેના પતિ કામ અર્થે બહારગામ ગયાં હતાં. તે દરમિયાન આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6નો BJP કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આ પરિણીતાના ઘરે ગયો હતો અને વોટ નાખવા અંગેની માહિતીને લઈને દુષ્કર્મ આચર્યુ હતું..

આ સમાચાર શેર કરો