મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપે રાજ્યભરમાં અનેક નેતાઓને કર્યા સસ્પેન્ડ, ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં

Gujarat Local Body Elections 2025 : રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભા

ભાજપે રાજ્યભરમાં અનેક નેતાઓને કર્યા સસ્પેન્ડ, ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં

Gujarat Local Body Elections 2025 : રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા અનેક નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ નેતાઓએ ભાજપનું મેન્ડેટ ન મળતા અપક્ષ અથવા અન્ય પક્ષમાં ઉમેવદવારી નોંધાવી હતી. 

પાટણ : ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ સસ્પેન્ડ

પાટણના ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખને સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિકરવાના ગુનામાં ચાણસ્મા શહેર ઉપપ્રમુખ પટેલ પરસોત્તમ ભાઈ શંકરભાઈને સસ્પેન્ડ કરાયા છે. પક્ષના ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી કરવાના કારણે શિસ્ત ભંગના પગલાં ભરાતા પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

ખેડામાં 33 સભ્યો સસ્પેન્ડ 

ભાજપે ખેડામાં 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આ સભ્યોએ પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઉભા રાખ્યા હતા. જેમાં ચકલાસીના 13, મહેમદાબાદના 5, મહુધાના 5, ખેડાના 3 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા. કપડવંજના 2 અને કઠલાલના 5 લોકોને ભાજપના સક્રિય પદેથી સસ્પેન્ડ કરાયા.

મહેસાણા : ખેરાલુમાં 2, વડનગરમાં 3 નેતા સસ્પેન્ડ 

મહેસાણાના ખેરાલુ તાલુકા પંચાયત ચૂંટણીમાં ડભોડાની 2 બેઠક તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપમાં બળવો થયો છે. ભાજપ સામે  બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર ગુલાબજી ઠાકોર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભૂપતજી ઠાકોરને સસ્પેન્ડ કરાયા છે.

વડનગર નગરપાલિકામાંથી બળવો કરનાર વોર્ડ-7ના રામચંદ્ર મહારાજ, વોર્ડ-4ના ઉષાબેન પટેલ અને વોર્ડ-5માંથી ઉદાજી ઠાકોરને સસ્પેન્ડ કરાયા છે. આ ત્રણેય  સભ્યોએ નગરપાલિકા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી છે.

પંચમહાલમાં 8 કાર્યકર્તાઓ સસ્પેન્ડ

પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરવા બદલ 8 ભાજપ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પંચમહાલમાં હાલોલ અને કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં  ટિકિટ ન મળતા ભાજપાના આ કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી અથવા પક્ષ વિરોધી કામ કરેલ હોવાનું બહાર આવ્યું છે. પંચમહાલ ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ દ્વારા તાત્કાલિક અસરથી 8 જેટલાં કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

નવસારી : બીલીમોરામાં  9 ભાજપ નેતાઓને કારણદર્શક નોટિસ

નવસારીમાં ભાજપમાંથી છેડો ફાડી બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ કે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા 9 ભાજપ આગેવાનોને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે 6 પૂર્વ નગરસેવકો અને બે સંગઠન આગેવાનોને કારણ દર્શક નોટીસ આપવામાં આવી છે. 

  • ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી કરનારા પૂર્વ પાલિકા પ્રમુખ સંધ્યા પટેલને કારણ દર્શક નોટીસ
  • પાલિકાના પૂર્વ નગરસેવકો નરેશ પટેલ, રમીલા ભાદરકા, કિરણ વાઘેલા, મુકેશ પટેલ અને મનીષા પટેલને પણ નોટીસ 
  • નવસારી જિલ્લા અનુસૂચિત જાતિ મોર્ચાના મંત્રી રાહુલ મારૂ અને વોર્ડ-4 ના શક્તિ કેન્દ્ર પ્રમુખ આશિષ ટંડેલને નોટીસ 

આ સમાચાર શેર કરો