મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના પ્રદેશ સહકોષાધ્યક્ષ સામે કેમ ફરજમુક્તિનો કોરડો વીંઝાયો ? જાણો કારણો

પ્રદેશ ભાજપ દ્વારા વધુ એક હોદ્દેદારને પોતાની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પ્રદેશના સહકોષાધ્યક્ષ અને AMC સંગઠ

ભાજપના પ્રદેશ સહકોષાધ્યક્ષ સામે કેમ ફરજમુક્તિનો કોરડો વીંઝાયો ? જાણો કારણો

પ્રદેશ ભાજપ દ્વારા વધુ એક હોદ્દેદારને પોતાની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પ્રદેશના સહકોષાધ્યક્ષ અને AMC સંગઠનના સહપ્રભારી ધર્મેન્દ્ર શાહને બંને હોદ્દા પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

AUDAમાં ચેરમેન રહી ચૂકેલા ધર્મેન્દ્ર શાહને ગત સંગઠનમાં પ્રદેશમાં સહકોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ તેમને AMC સંગઠનના સહપ્રભારી પણ બનાવાયા હતા. હવે તેમને ફરજિયાત ફરજ મુક્ત કરવામાં આવ્યા છે

સૂત્રોના જણાવ્યા અનુસાર જો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તેમનું નામ સતત વિવાદમાં રહેતું હતું. ગત લોકસભા ચૂંટણી સમયે ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ ભાજપ હાઈકમાન્ડને અનેક ફરિયાદો મળી હતી.

આમ તો અમદાવાદ શહેરમાં ત્રણ લોકસભા વિસ્તાર આવે છે, પરંતુ ધર્મેન્દ્ર શાહ વધારે ધ્યાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આપતા હતા. જેને લઈને ફરિયાદ થઈ હતી. તો સંગઠનલક્ષી કામગીરીમાં પણ તેમની દખલગીરી વધારે હોવાની ફરિયાદ થઈ હતી. ધર્મેન્દ્ર શાહ કાર્યકર્તાઓ સાથે ઉદ્ધત વર્તન કરતા હોવાની પણ ફરિયાદો થઈ હોવાની માહિતી સામે આવી રહી છે

ધર્મેન્દ્ર શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંગઠન પ્રભારી પણ બનાવાયા હતા, જેમાં પણ અનેક ફરિયાદો તેમના વિરુદ્ધ થઈ હતી. કોર્પોરેટર હોય કે પદાધિકારી,  તેઓ ચર્ચા કરી રહ્યા છે કે કોઈપણ કંપનીને ટેન્ડર આપવાનું હોય તેમની ટેન્ડર પ્રક્રિયામાં પણ ધર્મેન્દ્ર શાહની દખલગીરી રહેતી હતી.

સુત્રો એ પણ કહી રહ્યા છે કે ધર્મેન્દ્ર શાહને પ્રભારી બનાવ્યા બાદ કેટલીક ટેન્ડર સોંપવાની પ્રક્રિયામાં પણ ફેરબદલ કરવામાં આવ્યો હતો. કેટલીક કંપનીઓને ટેન્ડર સોપાયા બાદ તેમાં સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં નોંધ રહેતી હતી કે જો કંપનીની કામગીરી યોગ્ય હશે તો ફરી એક વર્ષ માટે ટેન્ડર કંટીન્યુ કરવામાં આવશે. એટલે કે એક વર્ષની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી એ જ કામ માટે ટેન્ડર નહોતા થતા, પરંતુ જે તે કંપનીને જ સીધી કામગીરી સોંપી દેવામાં આવતી હતી. 

આમ અનેક બાબતોને લઈને હાઈકમાન્ડ સુધી ફરિયાદ પહોંચતા આજે આ મામલે નિર્ણય કરવામાં આવ્યો છે અને ધર્મેન્દ્ર શાહને બંને હોદ્દા પરથી તત્કાલ ફરજ મુક કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો