મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સામ પિત્રોડાના નિવેદનને લઈ સુરત ભાજપનો વિરોધ, નારેબાજી કરીને કહ્યું, આ કોંગ્રેસની વાણીવિલાસની માનસિકતા છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા અપાયેલા નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામા

સામ પિત્રોડાના નિવેદનને લઈ સુરત ભાજપનો વિરોધ, નારેબાજી કરીને કહ્યું, આ કોંગ્રેસની વાણીવિલાસની માનસિકતા છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા અપાયેલા નિવેદનનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતાઓની વાણીવિલાસની માનસિકતા ફરી એકવાર સામે આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરતાં ભાજપના 20 જેટલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી.

નેતાઓ-કાર્યકરોએ કર્યા દેખાવો

ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી અને સામ પિત્રોડાના બેનર સાથે દેખાવો કરવામાં આવ્યાં હતાં. સાથે જ નારેબાજી કરવામાં આવી હતી. મહિલાઓએ કોંગ્રેસના નેતાઓના વિરોધમાં છાજિયા લીધા હતાં. સાથે જ કોંગ્રેસના નેતાઓની નબળી માનસિકતા સુધારવા માટે પણ ભગવાન તેમને શક્તિ આપે તેમ કહેવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતાઓ ભૂતકાળમાં પણ આવા નિવેદનો આપતા

શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે, કોંગ્રેસ રંગના આધારે દેશવાસીઓ અને દેશના લોકોને વિભાજીત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે અમે સખત શબ્દોમાં અમે તેને વખોડી કાઢીએ છીએ. અમે તેના વાણીવિલાસના વિરોધમાં દેખાવો કરી રહ્યાં છે. કોંગ્રેસના અન્ય નેતાઓએ ભૂતકાળમાં પણ વડાપ્રધાનના વિષે પણ એલફેલ નિવેદનો આપ્યા હતાં. જેથી અમે આ નિવેદન આપનારા પક્ષના વિરોધમાં દેખાવો કરી રહ્યાં છીએ.

આ સમાચાર શેર કરો