મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્કૂલના કાર્યક્રમમાં આવેલા ધારાસભ્યને સ્થાનિકોએ ઘેર્યા, વીડિયો રેકોર્ડ કરતાં ગભરાયા 

અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. સ્

અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવા અને લઈને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન કોઈ વ્યક્તિ તેમની વાતચીતનો વીડિયો ઉતારતા હતા. દર્શનાબેન આ જોઈ જતા તેમના માણસને ઈશારો કરી મોબાઈલ રેકોર્ડિંગ બંધ કરવા સૂચના આપી હતી. સ્થાનિકોએ રોડ, પાણી, ગટરના કોઈ કામો થતા ન હોવાની રજૂઆત કરી હતી.

અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા.ધારાસભ્ય આમ મળતા ન હોવાથી સ્થાનિક લોકો સીધા સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા. કાર્યક્રમ પૂરો કરી ભાજપના ધારાસભ્ય દર્શનાબેન બહાર આવતા તેમને મહિલાઓએ ઘેરી લઈને રજૂઆત કરી હતી. 

આ સમાચાર શેર કરો