મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપ ધારાસભ્યે ખેડૂત બનવા માર્યા હવાતિયા, આગેવાનો દ્વારા કાર્યવાહીની માંગ

કચ્છ જિલ્લામાં માંડવીના ગુંદિયાલીની જમીનમાં વારસાઈ કરી નામ ઉમેર્યું તેમજ સસરાની અટક પટેલના

ભાજપ ધારાસભ્યે ખેડૂત બનવા માર્યા હવાતિયા, આગેવાનો દ્વારા કાર્યવાહીની માંગ

કચ્છ જિલ્લામાં માંડવીના ગુંદિયાલીની જમીનમાં વારસાઈ કરી નામ ઉમેર્યું તેમજ સસરાની અટક પટેલના બદલે દવે દર્શાવી માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ખોટા ખેડૂત ખાતેદાર બનવા ખોટા પુરાવવા ઊભા કર્યા હતા. આ તમામ પ્રક્રિયાઓ પુર્ણ થયા બાદ માંડવી મામલદારે નોંધ અટકાવી રાખતા ખેડુત ખાતેદાર બનવાનો ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો અભરખો અટકી ગયો છે. ખેડૂત ખાતેદાર બનીને ભાજપના ધારાસભ્યે અનિરુદ્ધ દવેએ 3 સહકારી મંડળી ઉભી કરી છે. ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં વારસાગત જમીનની માલિકીનો ઉલ્લેખ કર્યો નહતો. કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો હતો પણ 2022માં દવે ચૂંટણી જીત્યાં બાદ તપાસ ખોરંભાઈ ગઈ હતી.

આ પણ વાંચો : કચ્છમાં યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા મૌન રેલીમાં

ધારાસભ્ય ખોટા પૂરાવા ઉભા કરીને ખેડૂત બનવા તમામ પ્રક્રીયા કરી હોવાનું સામે આવ્યું છે. કચ્છ-માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરૂદ્ધ ભાઈલાલ દવેએ સસરા પક્ષે પત્નીને મળવાપાત્ર વારસાઈ જમીનમાં સીધી લીટીના વારસદાર દર્શાવીને પોતે ખેડૂત બનવા ખોટા પુરાવા રજૂ કરી ખેડૂત ખાતેદાર બનવાની અરજીઓ કરી છે. અનિરૂદ્ધ દવેનાં પત્ની પલ્લવીબેન કે જેઓ શાંતિલાલ પટેલના દિકરી છે. માંડવી પાસેના ગુદિયાલી ગામની સરવે નંબર 452 પૈકીની જમીન શાંતિલાલ પટેલના નામે છે. જેની સીધી લિટીના વારસદાર તરીકે અનિરૂદ્ધદવેના પત્ની અને શાંતિલાલ પટેલના દિકરી પલ્લવી દવે છે.

પરંતુ પત્નીને મળેલ વારસાઈ જમીનમાં ખોટી રીતે પતિનું નામ દાખલ કરવા અધિકારીઓને ભાજપના નામે દંભ મારી અનિરૂદ્ધ દવે ખેડૂત બનવા અનેક હવાતિયા માર્યા હતા. અંતે માંડવી મામલદાર નોંધ અટકાવી રાખતા બોગસ ખેડૂત ખાતેદાર બનવાનું સપન અધુરુ રહી ગયું. 7/12ના ઉતારા પ્રમાણે ગુંદિયાલી ગામના સર્વે નંબર 452 મુજબ 11.80 વિધા જમીનના ખેડૂત ખાતેદાર બની ગયેલ છે. તેવા અનેક આક્ષેપ તેમના પર થઈ ચૂક્યા છે. સામાજિક આગેવાનો જેતે સમયના અધિકારીઓ અને અનિરુદ્ધ દવે સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO: ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમ, ગૌ માતાના નામે લોકો પાસેથી 100 કરોડથી વધુ ખંખેર્યા; સાત લોકો સામે ફરિયાદ

ગુંદીયાલીની જમીન પર ખોટા ખેડૂત ખાતેદાર બન્યાની ઘટના કલેક્ટર કક્ષાએ ધ્યાને આવતાં 6 સપ્ટેમ્બર 2022માં ગણોતધારાની કલમ 122 મુજબ અનિરૂદ્ધ દવે સામે કાર્યવાહીનો આદેશ કરાયો હતો. અનિરુદ્ધ દવે 2022માં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કામચલાઉ ધોરણે 14 વખત હિયરીંગ કરીને આખરી હિયરીંગ ઓગસ્ટ 2023 બાદ કરાયું જ નથી.

આ સમાચાર શેર કરો