ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની વધશે મુશ્કેલી, 21 ઓકટોબર પહેલા નોંધાશે ફરિયાદ
અમદાવાદ: ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્

અમદાવાદ: ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મના આરોપોનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વધુ એક વખત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા માહિતી અપાઈ હતી. વર્ષ 2021થી લઈને થયેલી પૂછપરછ અને અન્ય કામગીરીને લઈને માહિતી કોર્ટને અપાઈ હતી.
જો કે કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટે ટિપ્પણી કરી કેટલાક વેધક સવાલો કર્યા હતા કે, ‘અમને એ ખ્યાલ નથી આવતો કે રેપ જેવા આરોપોમાં શા માટે ફરિયાદ નોંધ્યા વગર પૂછપરછ કરવામાં આવી? શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં નથી આવી? આમ તો 406 જેવા કિસ્સામાં તરત FIR નોંધવામાં આવે છે. બીજી બધી જે દલીલો છે તે ફરિયાદ બાદ ચાર્જશીટમાં પણ કરવામાં આવી શકતી હતી.
ભાજપ ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે લાગેલા આરોપો મામલે હાઇકોર્ટની નારાજગી બાદ એડિશનલ એડવોકેટ જનરલે FIR નોંધવા તૈયારી દર્શાવી હતી. એડી. એડવોકેટ જનરલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે 21 ઓકટોબર પહેલા FIR નોંધવામાં આવશે.
FIR નોંધવામાં આવે તો ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલી વધી શકે છે. દુષ્કર્મના આરોપો મામલે ફરિયાદ નોંધવા એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટમાં બાહેધરી હતી.
આગામી સુનાવણી 21 ઓક્ટોબર 2024ના રોજ હાઇકોર્ટમાં હાથ ધરાશે. જો દુષ્કર્મ સહિતના આરોપોને લઈને ફરિયાદ નોંધાય તો ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પદ સામે ખતરો ઊભો થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં રહેતી મહિલા વર્ષ 2020માં તેની પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ નામના વ્યક્તિ સાથે કારમાં જેસલમેર ફરવા જઇ રહ્યા હતા. ત્યારે આબુ રોડ પર પહોંચતા મહિલાની સગીર વયની દીકરી સાથે ગજેન્દ્રસિંહ અને અન્ય લોકોએ છેડતી કરી હતી.








