ભાજપ શાસિત ગોધરા નગરપાલિકા સામે ભાજપના જ સભ્યનો વિરોધ, જાણો શું છે મામલો
પંચમહાલમાં વિકાસલક્ષી કાર્યોને લઈ ભાજપ વિરુદ્ધ ભાજપની સ્થિતિ સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં ભાજપ શાસિત ગોધરા ન

પંચમહાલમાં વિકાસલક્ષી કાર્યોને લઈ ભાજપ વિરુદ્ધ ભાજપની સ્થિતિ સર્જાઈ છે. પંચમહાલ જિલ્લામાં ભાજપ શાસિત ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં વિકાસના કામો ન થતા પાલિકા ભાજપના જ સભ્યનો વિરોધ સામે આવ્યો છે. પાલિકાના બોર્ડમાં કામો મંગાવવામાં આવ્યા હતા પરંતુ વોર્ડ નંબર-૫ના વિકાસના કામો ન લેવામાં આવતા પાલિકા સભ્ય સંજય સોનીએ વિરોધ નોંધાવ્યો હતો.
સંજય સોનીએ ગોધરા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કરી લેખિતમાં રજુઆત
આ મામલે પાલિકા સભ્ય સંજય સોનીએ ગોધરા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી. પાલિકા સભ્ય સંજય સોનીએ આક્ષેપ લગાવ્યા હતા કે પાલિકા પ્રમુખ અમારી સાથે ઓરમાયું વર્તન કરે છે. આગામી દિવસોમાં અમારા વોર્ડના વિકાસના કામો નહીં લેવામાં આવે તો જે કંઈ કાર્યવાહી થાય તે કરવાની ફરજ પડશે.
ગોધરા પાલિકાના ભાજપ સભ્યનો આંતરિક વિખવાદ ચરમસીમાએ
ગોધરા વોર્ડ નંબર પાંચમાં લાંબા સમયથી રસ્તાઓ ખખડધજ હોવાને લઈને સ્થાનિક રહીશો હાલાકી ભોગી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા સ્થાનિકોની રજુઆત પર ધ્યાન આપવામાં આવતું નથી. ગોધરા નગરપાલિકાના ભાજપ જ સભ્યનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તંત્ર આ મામલે ક્યારે પગલાં ઉઠાવે છે તે હવે જોવું રહ્યું.






