'ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય ન કરે', રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી- શક્તિસિંહ ગોહિલ
રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન બાદ અપમાનને લઈ સામ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપની &nb

રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન બાદ અપમાનને લઈ સામ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરીને રાજનીતિ કરી રહી છે. શક્તિસિંહ ગોહિલે પરશોત્તમ રૂપાલાના નિવેદનની વાત કહીને જણાવ્યુ કે, ભાજપે રાજપૂત સમાજમાં ભાગલા પડાવ્યા અને દિકરીઓનું અપમાન કર્યું. ત્યારે ભાજપ વિરૂદ્ધ રોષ ફેલાયો છે, જેનાથી બચવા ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાની કાર્ય કરે છે.
ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય ન કરે
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમણે રાજપૂતોમાં ભાગલા પડાવ્યા, દિકરીઓનું અપમાન કર્યું, અહંકાર કર્યો. રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, દેશને લૂંટવા વાળાઓનો રાજા -રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો, તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું. ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે,જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કાર્ય ન કરે.રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી છે.
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળી
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાહુલ ગાંધીના વીડિયોની વાત કરી રહ્યા છે, મારે આ વીડિયોની વાત કરવી છે, જેમાં દેશને લૂંટનારા અંગ્રેજોનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો, આ નિવેદન વડાપ્રધાને સંસદમાં આપ્યું હતું. તે મામલે ભાજપ સ્પષ્ટપણે ખુલાસો કરે.






