મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી મંદિર બંધ હોવા સમયે ભાજપ નેતાના પુત્રે બનાવી રિલ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

અંબાજીના પવિત્ર શક્તિપીઠ મંદિરમાં અનેક ભાગમાં કેમેરાથી વીડિયો ઉતારવાની મનાઈ હોય છે. ત્યારે અંબ

અંબાજીના પવિત્ર શક્તિપીઠ મંદિરમાં અનેક ભાગમાં કેમેરાથી વીડિયો ઉતારવાની મનાઈ હોય છે. ત્યારે અંબાજી મંદિર બંધ થયા બાદ પણ ભાજપ નેતા પી.એન. માળીના પુત્ર અક્ષય માળીએ કેમેરામેન સાથે અંબાજી મંદિરમાં રીલ બનાવી હતી. આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે અંબાજી મંદિરમાં સામાન્ય માણસોને મોબાઈલ લઈ જવા મળતો નથી અને ભાજપ નેતા અને તેમના સગાઓ માટે કોઈ નિયમ જ નહીં.

અંબાજી મંદિરમાં બંધ સમયે કોઈને પ્રવેશ કે મોબાઈલ લઈ જવાની મંજૂરી નથી, પરંતુ 31 ઓગસ્ટે બપોરે 11:30થી 12:30 દરમિયાન અક્ષયે આ રીલ બનાવી હોવાનું અનુમાન છે. ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન. માળી એક તરફ સેવા કેમ્પ દ્વારા શ્રદ્ધાળુઓની સેવા કરે છે, તો બીજી તરફ તેમના પુત્રની આ હરકતે મંદિરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટનાએ મંદિર ટ્રસ્ટની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. ભક્તોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો