મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મધ્ય ગુજરાતના ડોલરિયા જિલ્લાના ભાજપ નેતાઓ પાર્ટીનું સદસ્યતા અભિયાન મુકીને ગોવામાં ફરવામાં મસ્ત!

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 9 સપ્ટેમ્બર

મધ્ય ગુજરાતના ડોલરિયા જિલ્લાના ભાજપ નેતાઓ પાર્ટીનું સદસ્યતા અભિયાન મુકીને ગોવામાં ફરવામાં મસ્ત!

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 27 લાખ લોકો ભારતીય જનતા પાર્ટીમાં સદસ્યતા લીધી છે. સદસ્યતા અભિયાનમાં ગુજરાત ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે આ ધીમી ગતિના અભ્યાનને વિવેક આપવા માટે થઈ અભિયાનના ઇન્ચાર્જ દ્વારા પત્ર લખીને ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં આવેલ મધ્ય ગુજરાતની એક નગરપાલિકાના પાટીદાર પ્રમુખ અને તેમની સાથે કેટલાક કાઉન્સિલરો અને ચેરમેનનો મોજ મસ્તીના મૂડમાં જોવા મળ્યા. 

એક બાજુ સદસ્યતા અભિયાનની ધીમી ગતિને લઇ પ્રદેશના નેતાઓ ચિંતાના મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ નગરપાલિકાના પ્રમુખ ફરવાના શોખીન જોવા મળ્યા. આ નગરપાલિકાની વાત કરીએ તો ખૂબ ધનાઢ્ય નગરપાલિકા કહેવાય છે જેમાં સૌથી વધુ લોકો વિદેશમાં  વસવાટ કરે છે, જેને કારણે આ જિલ્લાને ડોલરિયો જિલ્લો તરીકે પણ ઓળખવામાં આવે છે.

મહત્ત્વની વાત એ છે કે આ ડોલરીયા જિલ્લામાં આજ સુધી 60 હાજર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાયા છે. સદસ્યતા અભિયાનને લઈ ગુજરાત પ્રદેશના નેતાઓ રાત દિવસ સભ્યો કેવી રીતે વધારવા તે અંગે બેઠકો તેમજ કાર્યક્રમનું આયોજન કરે છે. પરંતુ આ ડોલરીયા  જિલ્લાના પ્રમુખ, કાઉન્સિલર અને ચેરમેનો સદસ્યતા અભ્યાનને ભૂલીને મોજ મસ્તી કરવા માટે થઈને છેલ્લા ત્રણ દિવસથી ગોવામાં મોજ મસ્તી કરી રહ્યા છે.

સાથેમાં જ મહત્વની વાત તો એ છે કે જે એક બાજુ ગુજરાતમાં સદસ્યતા અભિયાનમાં સભ્યો બની નથી રહ્યા ત્યારે ડોલરીયા જિલ્લાના જવાબદાર પ્રમુખ સહીત અનેક બીજેપીના આગેવાનો ગોવામાં લટાર મારી રહ્યા છે. જાણે કે પ્રદેશના નેતાઓ, ડોલરીયા જિલ્લાના તેમજ આપેલી જવાબદારીના લોકો મજૂરી કર્યા કરશે આપણે આપણી મોજમાં ગોવામાં ફરીએ.

ડોલરીયા જિલ્લાના કાર્યકર્તાઓમાં ચર્ચા થઈ રહી છે કે એક બાજુ પ્રદેશમાંથી સદસ્યતા અભિયાનમાં વધુ લોકોને જોડવા માટે પ્રેશર કરી રહ્યા છે ત્યારે આ પ્રમુખ, કાઉન્સિલરો, અને ચેરમેનનો ફરવા ગયા તે કેટલું યોગ્ય. સાથે જ કેટલાક કાર્યકર્તા હોય તો તેઓ કહ્યું કે પ્રદેશમાં આ વિષયને લઈ ચર્ચા થશે તો તેમને પ્રદેશમાં બોલાવીને ખખડાવી શકે છે.

આ સમાચાર શેર કરો